Thursday, August 25, 2011

શરુઆત

તારું સપનું એ તારું સપનું નથી,
મારી તીવ્ર તમન્નાઓનું પરિણામ છે...
તું શું જાણે આ ભડકા હ્રુદયના,
તારા દિલની આગનું આ પરિમાણ છે...
આંખમાં અગીયાઓ રાત લઇ જાગે છે,
થાય ઠંડીગાર હવા સમજ,
તારા પ્રેમનું ચલણ સરેઆમ છે...
એક ચહેરો જોવાની તડપમાં ,
ફેરવ્યા કેટલાય પડખા પથારીએ,
ના નિંદરની બાદબાકી નહી,
 અહીં પ્રેમ નો ગુણાકાર છે...
ધારદાર નજરની નજર એવી પડી,
એ પ્રેમ નજરના પ્રેમમાં,
મારા પ્રેમનું કત્લેઆમ છે...
વસ્તુઓની કંઈ ક્મી નથી આમ તો,
બસ રાખ્યો છે રુમાલ તારો,
એ મારા પ્રેમનો અધીકાર છે..
આરીસો જોવો અમથો ગમતો નથી,
ટકી જાઉ સામે એની જો,
સમજ કે પ્રતિબીંબમાં તારો અણસાર છે...
નજર જુકાવી હાથ હાલાવી તમે ચલ્યા ગયા,
બસ શું આવો ને આટલો જ -
-મારા પ્રેમ નો પ્રતિસાદ છે ???
સ્પર્શ થતા જ સંભળાઇ ગઇ,
હ્રુદય સંગીતની અનોખી સરગમ,
જાણે તારા પ્રેમાલાપની બસ આજ તો શરુઆત છે.....
..............kjp.....kusum.


No comments:

Post a Comment