Saturday, August 20, 2011

એક છોકરી.

આંખોના અણસારમાં હતી એક છોકરી,
ભીંજાયેલી સાડીમાં , હતી એક છોકરી...

રાતનો મોસમ હતો'ને ,ચન્દ્ર્ સુરજ બની તપાવતો હતો,
તોય શબનમનું બિંદુ બની ઉભી,
હતી એક છોકરી...

વિજળી કાયાંમાં ફરી વળી'ને,ચમકારો આંખમાં થયો,
તોય આંખોને નીચે ઢાળી ઉભી,
હતી.એક છોકરી...

વ્રુક્ષ બની સ્થિર હતો'ને,બાંહોની ડાળી તેના પર ઢળી પડી,
તોય લજામણીના છોડની જેમ બીડાયેલી,
હતી એક છોકરી...

.....kjp...kusum.(14/7/2006)

No comments:

Post a Comment