તું ઝુલે છે ડાળમાં ને,
હું ભમર બની ગુંજું છું બાગમાં-
હું ભમર બની ગુંજું છું બાગમાં-
ગોતુ છું એક વસંત આજ,
ક્યાંક ખીલી જાવું છે તારા વિચારમાં.....સરિતાના નિર પવીત્રતાનું પ્રતીક છે,
સાગરની શરારતનું દ્રશ્ય પણ અજીબ છે,
ગોતું છું એક મિઠાશ આજ,
ક્યાંક ભળી જાવું છે તારા વિચારમાં.....
અડ્ક્યા વગર તને, પવનને પણ નથી ચાલતું,
સુવાસ મોજણીમાં હર એક ફૂલ મહેકાવતું,
ગોતું છું એક સુગન્ધ આજ,
ક્યાંક સમાઇ જાવું છે તારા વિચારમાં....
તારા મુખમાંથી સરેલા એક એક શબ્દ,
સાંભળી રહેતો હું બની નિઃશબ્દ,
ગોતું છું એક અવાજ આજ,
ક્યાંક સંભળાઇ જાવું છે તારા વિચારમાં...
આંધી જો આવે તોય હવે કોને ડર છે ?
ધરાશાયી જે થશે તો એ ફક્ત મકાન હશે,
ગોતું છું એક વસવાટ આજ,
હવે તો જીવન ભર વસી જાવું છે તારા વિચારમાં....તારા વિચારમાં......
.......................kjp.....kusum.
No comments:
Post a Comment