Thursday, August 18, 2011

કણીકાઓ

સામ સામે બધા જ સંબંધોના પરીચય થઇ ગયા.
એક આરીસો મારી સામે હતો અને બીજાની સામે હું હતો....
..........kjp....kusum.

લાજવાબ મારા શબ્દો પાછળ ઘણા પ્રશ્નો છુપાયેલા હતા..
જવાબ ચાહતી, પણ બધા 'લાજવાબ' કહી ચાલ્યા ગયા...
.........kjp.....kusum.

કાંચના એ કાગળ હતા, લખ્યા પહેલા તીરાડ પડી ગઇ..
બસ હવે એટલું જાળવવાનું કે ક્યાંક તને ખૂંચે નહીં..
.........kjp...kusum.

કેટલાય અરમાનોની ઠાંઠડી ઉઠી છે આંખ સામે ..
જુઓ આ ઘુઘવાતા સાગરમાં ભરતી હવે ખુટી પડી..
......... kjp....kusum.

પ્રતિબીંબ મારું જો પડ્યું હોય ક્યાંક તો એ તારી આંખો હતી..
આંસુ સારી તેં મારી આક્રુતિ પણ ભુંસી નાખી...
........kjp.....kusum.

No comments:

Post a Comment