ઘનઘોર વાદાળથી,
ઘેરાયેલા એક વ્રુક્ષની,
વેગીલા પવનની ખુમારી,
વણજાર વરસાદની ઝાલી,
એક નિર બિંદુની ગોદમાં,ચાલ આપણે મળીએ..
સાગરની ભારી ઘુઘરાટી,
સંગ સરીતાની ખિલખિલાટી,
ભેખડના એ શૂનકારમાં,ચાલ આપણે મળીએ..
આંખો આકાશની તોફાની,
હોય ધરતી શરમાણી,
ઘેરાયેલા એક વ્રુક્ષની,
નવી ફૂટેલી કુંપણની ઓથમાં,ચાલ આપણે મળીએ...
વેગીલા પવનની ખુમારી,
વણજાર વરસાદની ઝાલી,
એક નિર બિંદુની ગોદમાં,ચાલ આપણે મળીએ..
સાગરની ભારી ઘુઘરાટી,
સંગ સરીતાની ખિલખિલાટી,
ભેખડના એ શૂનકારમાં,ચાલ આપણે મળીએ..
આંખો આકાશની તોફાની,
હોય ધરતી શરમાણી,
એ ક્ષીતીજના લોભમાં,ચાલ આપણે મળીએ..
..........kjp....kusum.
No comments:
Post a Comment