Monday, August 22, 2011

??? મને???

છોને સૌ ચાલ્યા જતા., કોક તો જો જો મને .
માળથી ખરી પડેલ હું મોતી ,કોક તો વિણજો મને.

દિન ભાનું ન ચળકતો હું આભમાં ,
અસ્તના પ્રકાશમાં, કોક તો નિહરજો મને.
છાયા પડી ભ્રમર મુજ પર,
કુસુમ ગણી કોક તો ગુંથજો મને.

હરણ થાય છે ચીર મારા ,
ક્રુષ્ણ બની કોક તો સુણજો મને.
હોડી મારી વમળમાં ગુમી રહી,
છીપ બની કોક તો ઝીલજો મને.

પ્રેમ મીઠી બુંદ ન પામી હું કહીં,
સાગર તણા નીર કોક તો ધરજો મને.
તસવીર મારી આ નથી, હું શું વાંક લઉ તકદિરનો?
પડછાયામાં પડે નજર, કોક તો ગોતજો મને.

ઉભી હતી જ્યાંથી,બધા રસ્તા વળી ગયા,
ક્યાં જાવું છે તમને ? કોક તો પુછજો મને.
........kjp...kusum.

No comments:

Post a Comment