Tuesday, October 11, 2011

તારા વગર

ઝાકળ સુકું તારા વગર,
જળ જલતું તારા વગર...

કાં ઢળતો ચંદ્ર રાત ભર,
રાત જાગતી તારા વગર...

સાદ હો ઝાંઝર ઝર ઝર,
દિલ ભેંકાર તારા વગર....

ઉડે દુપટ્ટો જો ને લહેર,
સાગર ભોંઠોં તારા વગર....

હો અહેસાન જો સુર્ય પર,
ક્યાં છે ઉજાસ તારા વગર...

નજરું ન કર બે નજર,
દેખે તો, જીવું તારા વગર...

જાય જીદગી સમય સર,
શીદ હું જીવું તારા વગર...
.......kjp....kusum.(11/10/2011)

No comments:

Post a Comment