Tuesday, October 11, 2011

જીવ્યે જાંઉ છું

સાથ ન ખપતો કોઇ નો હવે
અંતર  એકાંતમાં જીવ્યે જાઉ છું...

લાશ તરતી દુનિયા દેખે
સાગર પેટાળે જીવ્યે જાઉ છું..

ડામ દઇ દિલને આકરા
તણખા રાખમાં જિવ્યે જાઉ છું..

આંખો આંસુ ભરી છલોછલ
શમણા હું ખાલી જિવ્યે જાઉ છું...

કોઇની શું વાત કરું દોસ્તો
'કુસુમ' બની કંટક  જિવ્યે જાઉ છું..
......kjp...kusum.(11/10/2011)

No comments:

Post a Comment