Thursday, August 25, 2011

શરુઆત

તારું સપનું એ તારું સપનું નથી,
મારી તીવ્ર તમન્નાઓનું પરિણામ છે...
તું શું જાણે આ ભડકા હ્રુદયના,
તારા દિલની આગનું આ પરિમાણ છે...
આંખમાં અગીયાઓ રાત લઇ જાગે છે,
થાય ઠંડીગાર હવા સમજ,
તારા પ્રેમનું ચલણ સરેઆમ છે...
એક ચહેરો જોવાની તડપમાં ,
ફેરવ્યા કેટલાય પડખા પથારીએ,
ના નિંદરની બાદબાકી નહી,
 અહીં પ્રેમ નો ગુણાકાર છે...
ધારદાર નજરની નજર એવી પડી,
એ પ્રેમ નજરના પ્રેમમાં,
મારા પ્રેમનું કત્લેઆમ છે...
વસ્તુઓની કંઈ ક્મી નથી આમ તો,
બસ રાખ્યો છે રુમાલ તારો,
એ મારા પ્રેમનો અધીકાર છે..
આરીસો જોવો અમથો ગમતો નથી,
ટકી જાઉ સામે એની જો,
સમજ કે પ્રતિબીંબમાં તારો અણસાર છે...
નજર જુકાવી હાથ હાલાવી તમે ચલ્યા ગયા,
બસ શું આવો ને આટલો જ -
-મારા પ્રેમ નો પ્રતિસાદ છે ???
સ્પર્શ થતા જ સંભળાઇ ગઇ,
હ્રુદય સંગીતની અનોખી સરગમ,
જાણે તારા પ્રેમાલાપની બસ આજ તો શરુઆત છે.....
..............kjp.....kusum.


Wednesday, August 24, 2011

પ્રિત...

પ્રિતને વળી સરનામું ન હોય,
 એનું ઠામને ઠેકાણું ન હોય,
ન હોય કોઇ નિયમ કે ધારો,
અહિં સ્વાર્થ નું કોઇ કામ ન હોય......

શક્ય છે કે લુટાઇ જશે,
બધું આ દિલના દરબારમાં,
ન હોય જ્યાં બાકી કોઇ ખજાનો,
મુંગા ચોરાયા શિવાય કોઇ ચારો ન હોય......

ભક્તિ કેરું નામ છે પ્રિત,
વિરહની ઉજળી ભાત છે પ્રીત,
ન હોય મિલન ના અધીકારો,
ભુલવાને શક્ય અહીં એવો અવકાશ ન હોય......

.........kjp....kusum.



Tuesday, August 23, 2011

વ્રૂધ્ધ..

સમી સાંજે સાગર ઘુઘવાતો'તો,
બાળકોના કોલાહલમાં હું ગૂંચવાતો'તો.
સઘળું હતું એવું ને એવું,
રેતીએ રગદોળાયેલા એ બાળકો,
સ્વપ્નોના મહેલ બનાવતા એ બાળકો.
કલ્પવ્રુક્ષની કતાર એ જ હતી,
હતો એ જ 'બેન્ચ'નો સહારો,
કહે મુજને કંઇક ઈશારેથી,
સમજતો ન હતો હું બેચારો.
હવા સૌમ્ય સુગંધિત એ જ હતી,
પવન પેલે વેગે જ ફૂંકાંતો,
બદલાયો હતો ફક્ત સમય વેગી,
વખત જ બદલાયેલો હતો મારો.
પહેલા મુજ પર યૌવનની છટા હતી.
પણ આજે કહેવાવું છું હું વ્રુધ્ધ બેચારો.
.......kjp...kusum.(21/4/2005)

Monday, August 22, 2011

??? મને???

છોને સૌ ચાલ્યા જતા., કોક તો જો જો મને .
માળથી ખરી પડેલ હું મોતી ,કોક તો વિણજો મને.

દિન ભાનું ન ચળકતો હું આભમાં ,
અસ્તના પ્રકાશમાં, કોક તો નિહરજો મને.
છાયા પડી ભ્રમર મુજ પર,
કુસુમ ગણી કોક તો ગુંથજો મને.

હરણ થાય છે ચીર મારા ,
ક્રુષ્ણ બની કોક તો સુણજો મને.
હોડી મારી વમળમાં ગુમી રહી,
છીપ બની કોક તો ઝીલજો મને.

પ્રેમ મીઠી બુંદ ન પામી હું કહીં,
સાગર તણા નીર કોક તો ધરજો મને.
તસવીર મારી આ નથી, હું શું વાંક લઉ તકદિરનો?
પડછાયામાં પડે નજર, કોક તો ગોતજો મને.

ઉભી હતી જ્યાંથી,બધા રસ્તા વળી ગયા,
ક્યાં જાવું છે તમને ? કોક તો પુછજો મને.
........kjp...kusum.

શ્રધ્ધાંજલી...

દુઃખી માનવીની અરજ સાંભળતો હોય તો,
પ્રભુ તને એટલું કહું !
અધ ખીલેલા ગુલાબને આંધી બની,
તારાથી કેમ લઇ જવાય ?
ન જોયું તે ઝુલતી પાંદડીઓ સામે કે,
જેની સાથે એ ડોલતું હતું ,
જડથી ઉખડી ગયેલા છોડને તે ન જોયો ?
કે જેણે કેટ્લું વેંઠી એને પોસ્યો હતો?
ન દેખાયો તને દુર ઉભેલો માળી ?
કે જેણે કેટલી આશાથી આ બાગ ખીલવ્યો હતૉ ?
વૈરાન કરી ગયો બધાને એક જ પવનનો હીલોળો,
તોય બેઠા બેઠા તારાથી આ અન્યાય કેમ જોવાય ?

શરણે આવ્યું એ જો તારે,
તો બીજી અરજ એટલી તને,
મુરજાય નહીં એ અમથુ જો જે,
ગુલાબ રહે એ ખીલતું સદાય,
-ને- એની સુવાસનો અનુભવ અમ સૌને થાય.

પ્રભુ એ પરમ આત્માને શાંતી પ્રાપ્ત થાય.
( શ્રધ્ધાંજલીના ફુલ સ્વ.ભાઇ દિપેશ માટે.)

Saturday, August 20, 2011

એક છોકરી.

આંખોના અણસારમાં હતી એક છોકરી,
ભીંજાયેલી સાડીમાં , હતી એક છોકરી...

રાતનો મોસમ હતો'ને ,ચન્દ્ર્ સુરજ બની તપાવતો હતો,
તોય શબનમનું બિંદુ બની ઉભી,
હતી એક છોકરી...

વિજળી કાયાંમાં ફરી વળી'ને,ચમકારો આંખમાં થયો,
તોય આંખોને નીચે ઢાળી ઉભી,
હતી.એક છોકરી...

વ્રુક્ષ બની સ્થિર હતો'ને,બાંહોની ડાળી તેના પર ઢળી પડી,
તોય લજામણીના છોડની જેમ બીડાયેલી,
હતી એક છોકરી...

.....kjp...kusum.(14/7/2006)

ચાલ આપણે મળીએ...

ઘનઘોર વાદાળથી,
ઘેરાયેલા એક વ્રુક્ષની,
નવી ફૂટેલી કુંપણની ઓથમાં,ચાલ આપણે મળીએ...

વેગીલા પવનની ખુમારી,
વણજાર વરસાદની ઝાલી,
એક નિર બિંદુની ગોદમાં,ચાલ આપણે મળીએ..

સાગરની ભારી ઘુઘરાટી,
સંગ સરીતાની ખિલખિલાટી,
ભેખડના એ શૂનકારમાં,ચાલ આપણે મળીએ..

આંખો આકાશની તોફાની,
હોય ધરતી શરમાણી,
એ ક્ષીતીજના લોભમાં,ચાલ આપણે મળીએ..

..........kjp....kusum.

Thursday, August 18, 2011

કણીકાઓ

સામ સામે બધા જ સંબંધોના પરીચય થઇ ગયા.
એક આરીસો મારી સામે હતો અને બીજાની સામે હું હતો....
..........kjp....kusum.

લાજવાબ મારા શબ્દો પાછળ ઘણા પ્રશ્નો છુપાયેલા હતા..
જવાબ ચાહતી, પણ બધા 'લાજવાબ' કહી ચાલ્યા ગયા...
.........kjp.....kusum.

કાંચના એ કાગળ હતા, લખ્યા પહેલા તીરાડ પડી ગઇ..
બસ હવે એટલું જાળવવાનું કે ક્યાંક તને ખૂંચે નહીં..
.........kjp...kusum.

કેટલાય અરમાનોની ઠાંઠડી ઉઠી છે આંખ સામે ..
જુઓ આ ઘુઘવાતા સાગરમાં ભરતી હવે ખુટી પડી..
......... kjp....kusum.

પ્રતિબીંબ મારું જો પડ્યું હોય ક્યાંક તો એ તારી આંખો હતી..
આંસુ સારી તેં મારી આક્રુતિ પણ ભુંસી નાખી...
........kjp.....kusum.

Wednesday, August 17, 2011

હું અને તું

'તું' અને 'હું',
'હું' અને 'તું,'
'હું' અને 'તું' માં કેટલો ફેર છે ??
હું તારા માટે જીવું છું ,
પણ તું 'હું' જ બની જીવે છે.
તારા 'હું' માં અને મારા 'હું' માં ઘણું અંતર છે,
તારો 'હું' ફક્ત તારી માટે જ છે,
ને,
મારો 'હું' તને સમર્પિત છે.
હવે તારી પાસે બબ્બે 'હું' થઇ ગયા.!!!
એકલી તો હું થૈ ગઇ 'હું' અને 'તું' હોવા છતાં .!!!!!!!!!!!!!!!
.......kjp...kusum.

તારા વિચારમાં...

તું ઝુલે છે ડાળમાં ને,
               હું ભમર બની ગુંજું છું બાગમાં-
ગોતુ છું એક વસંત આજ,
              ક્યાંક ખીલી જાવું છે તારા વિચારમાં.....

સરિતાના નિર પવીત્રતાનું પ્રતીક છે,
              સાગરની શરારતનું દ્રશ્ય પણ અજીબ છે,
ગોતું છું એક મિઠાશ આજ,
              ક્યાંક ભળી જાવું છે તારા વિચારમાં.....

અડ્ક્યા વગર તને, પવનને પણ નથી ચાલતું,
              સુવાસ મોજણીમાં હર એક ફૂલ મહેકાવતું,
ગોતું છું એક સુગન્ધ આજ,
              ક્યાંક સમાઇ જાવું છે તારા વિચારમાં....

તારા મુખમાંથી સરેલા એક એક શબ્દ,
            સાંભળી રહેતો હું બની નિઃશબ્દ,
ગોતું છું એક અવાજ આજ,
             ક્યાંક સંભળાઇ જાવું છે તારા વિચારમાં...

આંધી જો આવે તોય હવે કોને ડર છે ?
             ધરાશાયી  જે થશે તો એ ફક્ત મકાન હશે,
ગોતું છું એક વસવાટ આજ,
             હવે તો જીવન ભર વસી જાવું છે તારા વિચારમાં....તારા વિચારમાં......

.......................kjp.....kusum.

Thursday, August 11, 2011

A TRUE GIFT

મૂઠ્ઠિભર રૂપિયા આપીને તેઓ આપણો સમય ખરીદી લે છે. સમય વેચવો એ કદાચ આપણી મજબૂરી હશે. સારું છે કે તેઓ આપણાં વિચારોને ખરીદી શકતા નથી. નહિતર તેઓ તો તેને પણ ખરીદી લેત ! જેને તેઓ ખરીદી શકતા નથી તેવાં આપણાં વિચારોની આપણે શું કીમત કરીએ છીએ ? શું આપણા વિચારો ખરેખર અમૂલ્ય નથી ? અને જો ખરેખર તેમ જ હોય તો આપણે ગમે તે વિચારો શી રીતે કરી શકીએ ?....MY gift from my bro HARIN GOHIL

Thursday, August 4, 2011

કણિકાઓ

સપનું એ સપનૂં બની જીવવા દે..
સપનૂં એ સપનું બની જીવવા દે...
હકિકતમાં તો રાત નૉ અન્ધકાર પણ નસિબમાં નથી....
.......kjp.....kusum.

અવાજનો કાન સથે કાંઇ લેવા દેવા નથી હોતા
હોય છે તો એ ભાસ દિલ ન ટુટવાનો....
..
..........kjp..........kusum.

Wednesday, August 3, 2011

આ માન છે.!

સોનાનું પીંજરું આ મન છે..
ખાલી કણસે એ આ મન છે..
દ્યો દિલાસો દિલને એ સમજી જશે...
હોય અગરૂ સમજાવવુ એ આ મન છે..
બિલાડા બાજે જો હોય એ પારકા...
ખુદ ને ખુદથી બજાડે એ આ મન છે..
તરસ્યાને પાણી અમુલ્ય ધન છે..
છતે પાણી તરસ્યું રહે એ આ મન છે..
નથી હારતો શરીરથી આ માનવી..
હરાવે ને થકાવે જે કેવળ આ મન છે...

દુઃખ જોઇ દુઃખી ન થાય સુખની ઇર્ષ્યા કરે..
સતત જીવે સુખ ઉધાર પર એ આ મન છે..
રોજ ઉડાડે ભલે કોઇ નામના લીરા બધે..
ચોરીને ચીંથરા ગામના પહેરે એ આ મન છે..
ડરપોક કહી દિલને ઠપકારતું હરદમ..
ખુદના ડરથી અજાણ બાહોંશ એ આ મન છે..
શ્વાસ આપણા જીંદગી પણ આપણી તોય..
પોતાની રીતે સૌને જીવાડૅ એ આ મન છે......
................kjp........kusum.