ખબર એટ્લી કે,
ભર ચોમાસે કોઇ પાંદડું સુકાયું નહીં હોય,
લાગણીના દુકાળમાં આંખનું પાણી રોકાયું નહી હોય.
સુરજને આથમવાની બસ એટલી જ વાર હતી,
કોઇ ભગ્ન હ્ર્દયમાં એનાથી ડોકાયું નહી હોય.
સારાવાના હોવાનો છોને સૌ ડોળ કરતા અહીં,
જાણે 'કુસુમ', હ્રુદયમાં પ્રેમ તીર કદી ભોંકાયું નહી હોય.
હોંઠોં પર ભલે ને ન આવ્યું એ નામ કદી,
ગુંજતા હવામાં એ શબ્દએ નયન ને રોવડાવ્યું નહી હોય.
ભુલી ગયા હશે લાખ સંબંધ આ દુનિયામાં માનવી,
દિલમાં ધરબાઇ પડેલું એક 'કુસુમ' મુરજાયું નહી હોય.
............kjp.......................kusum
No comments:
Post a Comment