Saturday, July 23, 2011

મજા કંઇ અલગ હોય છે....

તારા દિલમાં રહેવાની મજા કંઇ અલગ હોય છે..
કોઇ પૂછે તો કરાણ કહેવાની મજા કંઇ અલગ હોય છે...
નાદાનીમાં તારા નામને  હથેલીમાં તો લખાઇ ગયું..
રહીરહી એને ચૂમવાની મજા કંઇ અલગ હોય છે.....
જોઇ જોઇ મને ભલેને હસે આ દુનિયા સારી..
તારા પ્રેમની દિવાનગીની મજા કંઇ અલગ હોય છે...
હોંઠોં પર નથી લેવું તારું નામ હું જાણું છું...
બંધ હોંઠેં તને પૂકારવાની મજા કંઇ અલગ હોય છે...
મારા દિલમાં તારા દિલની ધડકન વસી ગઇ છે...
જોઇ ઝલક તારી એને થંભાવવાની મજા કંઇ અલગ હોય છે...
સૂતા સુતા ઊંઘમાં હું નિંદર કરતી નથી....
તને તારા સ્વપનમાં આવી જગાડવાની મજા કંઇ અલગ હોય છે..
ઊડ્તી હોય છે  મારી ઝૂલ્ફો બેફામ બની રોજ..
 લાગેલી તારા હાથની લગામની મજા કંઇ અલગ હોય છે...
હું તો કંઇ કહેતી નથી કોઇને,પૂછે જો ભલે બધા..
નઝરને બીજાની નઝરથી છુપાવવાની મજા કંઇ અલગ હોય છે..
મારી ચાલ પણ હવે ચાહતની ચાળી ખાય છે...
તારી ચાહતના નશામાં ઝૂમવાની મજા કંઇ અલગ હોય છે...
દર્પણ જો આવી ગયું ભુલથી સામે જરા...
મારા પ્રતિબિંબમાં તને જોવાની મજા કંઇ અલગ હોય છે...
ગાલોના ખંજનને હું કેટલી વાર સંભાળું.....
હોંઠોંના ઇશારે એને પડવાની મજા કંઇ અલગ હોય છે...
 તને મળવાનું જો મન થાય તોય હું શું કરું?
અજાણતા જ આંખથી સરેલા આંસુઓની મજા કંઇ અલગ હોય છે...
શ્વાસને શ્વાસમાં ભળાવાની તમન્ના બાકી છે ...
પુરી ન થાય તો એને ત્યજવાની પણ મજા કંઇ અલગ હોય છે.....
.....................................kjp...................kusum.


No comments:

Post a Comment