Tuesday, July 12, 2011

માં-દિકરી...

માં અને દિકરી .........
દિકરી --તારા જેવું બોલું છું,
            તારા જેવું વર્તુ છું,
            તોય 'માં' હું કેમ તારા જેવી નથી ?.
            કહે સૌ હું તારી પ્રતિક્રુતિ,
            નાક નકશે અદ્દ્લ તારા પર ઉતરી,
            કરતી તું જે, તે જ કરવામાં મને પણ મજા ધણી,
            તોય 'માં' હું કેમ તારા જેવી નથી ?.   
            લાગણીના લાડ હું પણ લડાવું,
            સૌ પર નિર્મળ પ્રેમ વરસાવું,
            સ્વાર્થ મને કદી અડ્યો નથી,
            તોય 'માં' હું કેમ તારા જેવી નથી ?.
   માં--   સંસાર મંડાશે જ્યારે તારો દિકરી,
            'માં'ની મમતા સમજાશે ત્યારે દિકરી,
            'મા' બનીશ તું મનુષ્ય મટી,
            ત્યારે પૂછવું નહીં પડે તને...
            'માં' હું તારા જેવી કેમ નથી ?........ 
...................kjp...................kusum.   

No comments:

Post a Comment