Friday, July 29, 2011

હું એક એવી જીંદગી જીવવા ગઇ...
પગ હતા પાણીમાં અને મ્રુગજળ પીવા ગઇ..

.........................kjp.......kusum.

કોઇ કે મને પુછ્યું કે સાગરમાં આટ્લી ખારાશ કેમ ??
બસ આંખમાં થી આંસુ ની નદી વહેવા માંડી.....
............kjp.........kusum.

ઉડ્નારને પુછો કેટ્લી મહેનત થી ઉડાય છે....
અહીંથી તો ફક્ત ઊંચાઇ જ દેખાય છે....
......................kjp.....​..kusum.

ઉડ્તાં જોયા કંઇક છાપારા આ વાવાઝોળામા...
નથી હટ્યો તારો પાલવ મારે માથેથી ''માં''...
......kjp.......kusum.

નફરતથી હું તારા દિલ પર રાજ કરી જઇશ....
ના ભુલી શકે તું , ના યાદ કરી શકીશ....
....................kjp.......​.kusum.

લોકોને કંઇક આપીને ભુલિ જનારાને તમે યાદ રાખજો...
પણ લોકો પાસેથી લઇને ભુલિ જનારને તમે પણ ભુલી જાજો...
............kjp............kus​um.
પતંગ આકાશમાં એમ ને એમ જ નથી ઉડ્તું.
ટકવા માટે એને હવાથી લડ્વું પડૅ છે સતત......
...................kjp...........kusum.

અજવાળાને અંદર લાવવા મેં મારા જ ઘરને છાપરે છેદ કર્યું,
ખબર નહોતી કે રજકણ ધુળની કારણ વગર પેસી જશે.....
.....................kjp......​........kusum.



હકિકત એ ન હોય જે ફક્ત દેખાય...્પણ હકિકત એ હોય જે દેખાય અને જેના પર મન પણ વિશ્વાશ કરે,,!!!!!!!!!!
............kjp.......kusum.

એક અનોખી પ્રાર્થના.....
હે ઇશ્વર ! હું સુખી છું એ જ ભ્રમમાં મને જીવવા દે જે.........
........................kjp.......kusum.

આજ ની એક વાત........દુનિયા કોની છે ?
તો કહેવાય કે, જેને હસતા આવડે એની....
પણ હસતા આવડવાથી જ દુનિયા નથી મળતી .......
દુનિયા તો એની છે જેને હસતા હસતા સૌની સાથે વસતા આવડે.....!
..................kjp.............kusum.


તારી વાતોમાં મારા સંવાદ શોધું છું...
કાલના ઇન્ત્ઝારમાં આજની મુલાકાત શોધું છું...
ચાલતા રહેવાની આદતતો હંમેશની પડી ગઇ છે...
છતાં..,,
તારા પાલવમાં એક આરામ શોધું છું....!
.......................kjp....​...............kusum


Saturday, July 23, 2011

મજા કંઇ અલગ હોય છે....

તારા દિલમાં રહેવાની મજા કંઇ અલગ હોય છે..
કોઇ પૂછે તો કરાણ કહેવાની મજા કંઇ અલગ હોય છે...
નાદાનીમાં તારા નામને  હથેલીમાં તો લખાઇ ગયું..
રહીરહી એને ચૂમવાની મજા કંઇ અલગ હોય છે.....
જોઇ જોઇ મને ભલેને હસે આ દુનિયા સારી..
તારા પ્રેમની દિવાનગીની મજા કંઇ અલગ હોય છે...
હોંઠોં પર નથી લેવું તારું નામ હું જાણું છું...
બંધ હોંઠેં તને પૂકારવાની મજા કંઇ અલગ હોય છે...
મારા દિલમાં તારા દિલની ધડકન વસી ગઇ છે...
જોઇ ઝલક તારી એને થંભાવવાની મજા કંઇ અલગ હોય છે...
સૂતા સુતા ઊંઘમાં હું નિંદર કરતી નથી....
તને તારા સ્વપનમાં આવી જગાડવાની મજા કંઇ અલગ હોય છે..
ઊડ્તી હોય છે  મારી ઝૂલ્ફો બેફામ બની રોજ..
 લાગેલી તારા હાથની લગામની મજા કંઇ અલગ હોય છે...
હું તો કંઇ કહેતી નથી કોઇને,પૂછે જો ભલે બધા..
નઝરને બીજાની નઝરથી છુપાવવાની મજા કંઇ અલગ હોય છે..
મારી ચાલ પણ હવે ચાહતની ચાળી ખાય છે...
તારી ચાહતના નશામાં ઝૂમવાની મજા કંઇ અલગ હોય છે...
દર્પણ જો આવી ગયું ભુલથી સામે જરા...
મારા પ્રતિબિંબમાં તને જોવાની મજા કંઇ અલગ હોય છે...
ગાલોના ખંજનને હું કેટલી વાર સંભાળું.....
હોંઠોંના ઇશારે એને પડવાની મજા કંઇ અલગ હોય છે...
 તને મળવાનું જો મન થાય તોય હું શું કરું?
અજાણતા જ આંખથી સરેલા આંસુઓની મજા કંઇ અલગ હોય છે...
શ્વાસને શ્વાસમાં ભળાવાની તમન્ના બાકી છે ...
પુરી ન થાય તો એને ત્યજવાની પણ મજા કંઇ અલગ હોય છે.....
.....................................kjp...................kusum.


Friday, July 15, 2011

કણિકા

પતંગ આકાશમાં એમ ને એમ જ નથી ઉડ્તું.
ટકવા માટે એને હવાથી લડ્વું પડૅ છે સતત......
...................kjp........​.....kusum.

કણિકા

લોકોને કંઇક આપીને ભુલિ જનારાને તમે યાદ રાખજો...
પણ લોકો પાસેથી લઇને ભુલિ જનારને તમે પણ ભુલી જાજો...
............kjp............kus​um

કણિકા

ઇશ્વરના રુપને છબિમાં નહી અંતરમાં સાચવવાની હોય.............
.....................kjp..........kusum.

કણિકા

અંતરના અજવાળે તારું આંગણું શોધી લઇશ....
કાજળ આંજી આંખમાં હું રાત ઓઢી લઇશ.....
ભરતીના પાણી તો સૌ ઉલેચે સાગરના.......

હું પાણી ઓટ્ના ચોરી જઇશ........
...............kjp..........ku​sum

માં-દિકરી


માં અને દિકરી .........
દિકરી --તારા જેવું બોલું છું,
તારા જેવું વર્તુ છું,
તોય 'માં' હું કેમ તારા જેવી નથી ?.
કહે સૌ હું તારી પ્રતિક્રુતિ,
... નાક નકશે અદ્દ્લ તારા પર ઉતરી,
કરતી તું જે, તે જ કરવામાં મને પણ મજા ધણી,
તોય 'માં' હું કેમ તારા જેવી નથી ?.
લાગણીના લાડ હું પણ લડાવું,
સૌ પર નિર્મળ પ્રેમ વરસાવું,
સ્વાર્થ મને કદી અડ્યો નથી,
તોય 'માં' હું કેમ તારા જેવી નથી ?.
માં-- સંસાર મંડાશે જ્યારે તારો દિકરી,
'માં'ની મમતા સમજાશે ત્યારે દિકરી,
'મા' બનીશ તું મનુષ્ય મટી,
ત્યારે પૂછવું નહીં પડે તને...
'માં' હું તારા જેવી કેમ નથી ?........
...................kjp........​...........kusum

નાની કણિકાઓ

હકિકત એ ન હોય જે ફક્ત દેખાય...્પણ હકિકત એ હોય જે દેખાય અને જેના પર મન પણ વિશ્વાશ કરે,,!!!!!!!!!!
............kjp.......kusum.

પુર્ણ-અપુર્ણ

પૂર્ણ અપૂર્ણ જેવો સંબંધ બાકી રહ્યો આપણો..જો તો ધ્યાથી હવે કેટલો પ્રેમ બાકી રહ્યો આપણો....
......................kjp.....​.......ksusum.

અજવાળા,,,,

અજવાળાને અંદર લાવવા મેં મારા જ ઘરને છાપરે છેદ કર્યું,
ખબર નહોતી કે રજકણ ધુળની કારણ વગર પેસી જશે.....
.....................kjp......​........kusum.

સાચો સંબંધ

સવાલ- સંબંધ સાચા છે એ કેમ ખબર પડૅ ?
જવાબ- જેમાં શબ્દ ઓછા છતાં સંવાદ જાજા હોય એ જ સાચો સંબંધ કહેવાય......
......................kjp.....​.........kusum.

કુસુમ મુરજાયું નહી હોય.............

ખબર એટ્લી કે,
ભર ચોમાસે કોઇ પાંદડું સુકાયું નહીં હોય,
લાગણીના દુકાળમાં આંખનું પાણી રોકાયું નહી હોય.
સુરજને આથમવાની બસ એટલી જ વાર હતી,
કોઇ ભગ્ન હ્ર્દયમાં એનાથી ડોકાયું નહી હોય.
સારાવાના હોવાનો છોને સૌ ડોળ કરતા અહીં,
જાણે 'કુસુમ', હ્રુદયમાં પ્રેમ તીર કદી ભોંકાયું નહી હોય.
હોંઠોં પર ભલે ને ન આવ્યું એ નામ કદી,
ગુંજતા હવામાં એ શબ્દએ નયન ને રોવડાવ્યું નહી હોય.
ભુલી ગયા હશે લાખ સંબંધ આ દુનિયામાં માનવી,
દિલમાં ધરબાઇ પડેલું એક 'કુસુમ' મુરજાયું નહી હોય.
............kjp.......................kusum

અનોખી પ્રાર્થના...........

એક અનોખી પ્રાર્થના.....
હે ઇશ્વર ! હું સુખી છું એ જ ભ્રમમાં મને જીવવા દે જે.........
.................kjp..........​........kusum.

Tuesday, July 12, 2011

માં-દિકરી...

માં અને દિકરી .........
દિકરી --તારા જેવું બોલું છું,
            તારા જેવું વર્તુ છું,
            તોય 'માં' હું કેમ તારા જેવી નથી ?.
            કહે સૌ હું તારી પ્રતિક્રુતિ,
            નાક નકશે અદ્દ્લ તારા પર ઉતરી,
            કરતી તું જે, તે જ કરવામાં મને પણ મજા ધણી,
            તોય 'માં' હું કેમ તારા જેવી નથી ?.   
            લાગણીના લાડ હું પણ લડાવું,
            સૌ પર નિર્મળ પ્રેમ વરસાવું,
            સ્વાર્થ મને કદી અડ્યો નથી,
            તોય 'માં' હું કેમ તારા જેવી નથી ?.
   માં--   સંસાર મંડાશે જ્યારે તારો દિકરી,
            'માં'ની મમતા સમજાશે ત્યારે દિકરી,
            'મા' બનીશ તું મનુષ્ય મટી,
            ત્યારે પૂછવું નહીં પડે તને...
            'માં' હું તારા જેવી કેમ નથી ?........ 
...................kjp...................kusum.   

Sunday, July 10, 2011

અજવાળુ

અંતરના અજવાળે તારું આંગણું શોધી લઇશ....
કાજળ આંજી આંખમાં હું રાત ઓઢી લઇશ.....
ભરતીના પાણી તો સૌ ઇલેચે સાગરના.......

હું પાણી ઓટ્ના ચોરી જઇશ........
...............kjp..........ku​sum

Tuesday, July 5, 2011

મારું અસ્તિત્વ........


પલક તું ઢાળ નહીં - કે ,બંધ મારી આંખો થશે,,
સુવાસ તું શ્વાસમાં ભર નહીં - કે ,ધડકન મારી વધી જશે,,
મીંઠું તું સ્મીત ન કર હવે - કે ,હોંઠ મારા તરસી જશે,,
આળસ ન કર આટલું પ્રીયે ,અંગળાઇ તારી , મને મરોળી જશે,,
હોય જો શક્ય તો હવાને તું તારી સમીપ રોકી લેજે,,
...જો અહીં આવી તો .....
મારું અસ્તીત્વ તારામાં પ્રસરી જશે.......
...........................kjp..............kusum.