Monday, November 21, 2011

આગ અનજાણી

ઠુમકે હાલી,
મ્રુગ મોહની,
આંખ મટકાવી,
હોંઠ હલાવી,
વરસાદની હેલી.
ઝુમખો ઝુલી
વાત કે છાની,
ઝણકી ધુધરી,
વાત દબાણી.
ઝાંઝર શાણી,
ચાલે છાની,
ઓઢી ચુંદડી,
જાણે રાતરાણી.
કાજળ કાળી,
થઇ નખરાળી,
આંખ્યું શરમાણી,
હૈયે છુપાણી,
અગન અનજાણી.....
.....kjp....kusum.(21/11/2011)

Wednesday, November 16, 2011

દિલ વિરુધ્ધ દિમાગ

પ્રેમમાં ચાહતે અમારા કેવા ભાગલા કીધા ?
દિલે દિમાગની દુનીયામાં આ તે કેવા આતંક કીધા ?
જોઇ તને ક્લાસમાં દિલ કહે , તને નજર ભરી જોયા જ કરું.
મન ન માને વાતને , ફરી ચુપચાપ ગણીતના દાખલા ગણૂં.
બાગમાં રાહ જોઉં તો દિલ કહે ,હજી થોડું બેસ એ આવતી જ હશે.
મન કહે ઉભો થા ઘેર જા, નહીં તો બા વેલન થી ઠપકારતી હશે.
દિલને તારા જેવી લાગે શાકવાળી,દેતા પૈસા હાથ લિધો જાલી.
દિમાગે બાજી લીધી સંભાળી,નહી તો મને માર પડત ભારી.
આખી આખી રાત પલક્યા વગર, તારી તસવીર દિલ જોયા કરે,
દિમાગ સમજાવે સુઇ જા, નહી તો બાર વાગશે આમ જ પથારીએ.
મેચ માંય તું દેખાય છે,રમે સચીન 'ને તારે નામે ચિઅર-અપ થાય છે.
દિમાગ કહે એ બેવકુફ, મહોલ જો ફજેતી દોસ્તો માં થાય છે.
રુબરુ મુલાકાત થા્ય ત્યારે ,ખીલે છે દિલમાં કુસુમ મારે.
દિમાગ તને જોઇ ભડકે ખરુ, પણ સુગંધ એમાંય વર્તાય છે.
.....kjp...kusum.(24/01/2006)

Saturday, October 15, 2011

તારામાં.....

શબ્દ શોધું છું તારામાં,
ગઝલ ગોતું છું તારામાં,
પનિહારી હું પ્રિત કેરી,
ગોતું છું પનઘટ તારામાં...

શું તેજ તરતું તારામાં,
વાદળ ઢળતું તારામાં,
ચાંદની હું પ્રિત કેરી,
ગોતું છું ચંદર તારામાં...

દિલ મહેકતું તારામાં,
ભમર ગુંજતું તારામાં,
રાગિણી હું પ્રિત કેરી,
ગોતું છું સંગીત તારામાં...

મોજ ઉછળતું તારામાં,
નિર-શાંત સરતું તારામાં,
સરિતા હું પ્રિત કેરિ,
ગોતું છું સંમંદર તારામાં.......
.....kjp...kusum..(15/10/2011)

Tuesday, October 11, 2011

જીવ્યે જાંઉ છું

સાથ ન ખપતો કોઇ નો હવે
અંતર  એકાંતમાં જીવ્યે જાઉ છું...

લાશ તરતી દુનિયા દેખે
સાગર પેટાળે જીવ્યે જાઉ છું..

ડામ દઇ દિલને આકરા
તણખા રાખમાં જિવ્યે જાઉ છું..

આંખો આંસુ ભરી છલોછલ
શમણા હું ખાલી જિવ્યે જાઉ છું...

કોઇની શું વાત કરું દોસ્તો
'કુસુમ' બની કંટક  જિવ્યે જાઉ છું..
......kjp...kusum.(11/10/2011)

તારા વગર

ઝાકળ સુકું તારા વગર,
જળ જલતું તારા વગર...

કાં ઢળતો ચંદ્ર રાત ભર,
રાત જાગતી તારા વગર...

સાદ હો ઝાંઝર ઝર ઝર,
દિલ ભેંકાર તારા વગર....

ઉડે દુપટ્ટો જો ને લહેર,
સાગર ભોંઠોં તારા વગર....

હો અહેસાન જો સુર્ય પર,
ક્યાં છે ઉજાસ તારા વગર...

નજરું ન કર બે નજર,
દેખે તો, જીવું તારા વગર...

જાય જીદગી સમય સર,
શીદ હું જીવું તારા વગર...
.......kjp....kusum.(11/10/2011)

Thursday, August 25, 2011

શરુઆત

તારું સપનું એ તારું સપનું નથી,
મારી તીવ્ર તમન્નાઓનું પરિણામ છે...
તું શું જાણે આ ભડકા હ્રુદયના,
તારા દિલની આગનું આ પરિમાણ છે...
આંખમાં અગીયાઓ રાત લઇ જાગે છે,
થાય ઠંડીગાર હવા સમજ,
તારા પ્રેમનું ચલણ સરેઆમ છે...
એક ચહેરો જોવાની તડપમાં ,
ફેરવ્યા કેટલાય પડખા પથારીએ,
ના નિંદરની બાદબાકી નહી,
 અહીં પ્રેમ નો ગુણાકાર છે...
ધારદાર નજરની નજર એવી પડી,
એ પ્રેમ નજરના પ્રેમમાં,
મારા પ્રેમનું કત્લેઆમ છે...
વસ્તુઓની કંઈ ક્મી નથી આમ તો,
બસ રાખ્યો છે રુમાલ તારો,
એ મારા પ્રેમનો અધીકાર છે..
આરીસો જોવો અમથો ગમતો નથી,
ટકી જાઉ સામે એની જો,
સમજ કે પ્રતિબીંબમાં તારો અણસાર છે...
નજર જુકાવી હાથ હાલાવી તમે ચલ્યા ગયા,
બસ શું આવો ને આટલો જ -
-મારા પ્રેમ નો પ્રતિસાદ છે ???
સ્પર્શ થતા જ સંભળાઇ ગઇ,
હ્રુદય સંગીતની અનોખી સરગમ,
જાણે તારા પ્રેમાલાપની બસ આજ તો શરુઆત છે.....
..............kjp.....kusum.


Wednesday, August 24, 2011

પ્રિત...

પ્રિતને વળી સરનામું ન હોય,
 એનું ઠામને ઠેકાણું ન હોય,
ન હોય કોઇ નિયમ કે ધારો,
અહિં સ્વાર્થ નું કોઇ કામ ન હોય......

શક્ય છે કે લુટાઇ જશે,
બધું આ દિલના દરબારમાં,
ન હોય જ્યાં બાકી કોઇ ખજાનો,
મુંગા ચોરાયા શિવાય કોઇ ચારો ન હોય......

ભક્તિ કેરું નામ છે પ્રિત,
વિરહની ઉજળી ભાત છે પ્રીત,
ન હોય મિલન ના અધીકારો,
ભુલવાને શક્ય અહીં એવો અવકાશ ન હોય......

.........kjp....kusum.