Wednesday, June 29, 2011

કુસુમ મુરજાયુ નહી હોય.....


ખબર એટ્લી કે,
ભર ચોમાસે કોઇ પાંદડું સુકાયું નહીં હોય,
લાગણીના દુકાળમાં આંખનું પાણી રોકાયું નહી હોય,
સુરજને આથમવાની બસ એટલી જ વાર હતી..
કોઇ ભગ્ન હ્ર્દયમાં એનાથી ડોકાયું નહી હોય,
...સારાવાના હોવાનો છોને સૌ ડોળ કરતા અહીં ..
જાણે 'કુસુમ', હ્રુદયમાં પ્રેમ તીર કદી ભોંકાયું નહી હોય,
હોંઠોં પર ભલે ને ન આવ્યું એ નામ કદી..
ગુંજતા હવામાં એ શબ્દએ નયન ને રોવડાવ્યું નહી હોય,
ભુલી ગયા હશે લાખ સંબંધ આ દુનિયામાં માનવી..
દિલમાં ધરબાઇ પડેલું એક 'કુસુમ' મુરજાયું નહી હોય,,...
............kjp.......................kusum.

No comments:

Post a Comment