Wednesday, June 29, 2011

કુસુમ મુરજાયુ નહી હોય.....


ખબર એટ્લી કે,
ભર ચોમાસે કોઇ પાંદડું સુકાયું નહીં હોય,
લાગણીના દુકાળમાં આંખનું પાણી રોકાયું નહી હોય,
સુરજને આથમવાની બસ એટલી જ વાર હતી..
કોઇ ભગ્ન હ્ર્દયમાં એનાથી ડોકાયું નહી હોય,
...સારાવાના હોવાનો છોને સૌ ડોળ કરતા અહીં ..
જાણે 'કુસુમ', હ્રુદયમાં પ્રેમ તીર કદી ભોંકાયું નહી હોય,
હોંઠોં પર ભલે ને ન આવ્યું એ નામ કદી..
ગુંજતા હવામાં એ શબ્દએ નયન ને રોવડાવ્યું નહી હોય,
ભુલી ગયા હશે લાખ સંબંધ આ દુનિયામાં માનવી..
દિલમાં ધરબાઇ પડેલું એક 'કુસુમ' મુરજાયું નહી હોય,,...
............kjp.......................kusum.

Tuesday, June 28, 2011

પંક્તિ વગરના કાવ્યો.....


મળાતા મળતા ઘણી વખત..
ઘણું ખોઇ બેસીએ છીએ..
આનંદ છે મળવાનો તો ..
જુદાઇના આંસું રોઇ બેસીએ છીએ..
આ તો ફક્ત પલનો જ સાથ હતો..
પણ, એ પલમાં ય ઘણું કહી બેસીએ છીએ...
ઝાંખી જ મળતા આપની,,
વિષય વગર વાતો અને-
-પંક્તિ વગર કાવ્યો રચી બેસી એ છીએ....
...............kjp..............kusum.

Friday, June 24, 2011

સ્મરણો....

આ જીંદગીમાં કેવા સંજોગો ભળ્યા..?
તરતા હતા નદીમાંને રસ્તામાં વમળ મળ્યા....
હલેસા મારી કિનારે ગયા, તો કિનારે પણ કાંટા જડ્યા...
જીવનના હારમાંથી સુખના મોતી ખરી પડ્યા....
નહોતા નસીબમાં તોય અમે એને વિણવા મથ્યા....
સંસાર રથમાં એક મોડ પર અમે એવા વળ્યા....
ખબર નહોતી કે આગળ દરેક રસ્તે સિગ્નલ નડ્યા...
વસંતની રાહમાં પ્રેમના વ્રુક્ષ પર કુંપણ ફુડ્યાં...
ઇન્ત્ઝાર કરવામાં તો ૠતુચક્ર પણ બદલાઇ ગયા....
દુનિયાના રણ વચ્ચે તારા સ્મરણો લઇ ઉભા થયા...
ત્યાં આંધી આવી એવી કે તારા સ્મરણો પણ ઉડી ગયા.......
........................................kjp..........................kusum

Sunday, June 19, 2011

ભાષ છે..............

ક્ષીતીજ એક આભાષ છે,
મ્રુગજળમાં જેંમ જળનો ભાષ છે,
સંબંધ છે આપણો એવો,
 જ્યાં ફક્ત એક ખાલી અવકાશ છે,,,,,,,
...................................kjp........kusum.

Friday, June 17, 2011

ક્યાં સુધી ચાલશે .???

વરસાવ અનરાધાર નીર , વાદ્ળ આજ મન મુકી..
ઉલેચી ઉલેચી ભરેલું નીર ક્યાં સુધી ચાલશે ?….
જીવનના ઝાડ પર લટકી રહ્યું છે ,બસ એક લીલું પાંદડું….
વસંતના ઇંન્તઝારમાં હવે પાનખર ક્યાં સુધી ચાલશે ?……
ઉછળતા મોજાને નથી કહેવું પડતું કે કિનારો ભિંજાવ..
પણ સાગરની ઓટમાં ભરતીની ખોટ ક્યાં સુધી ચાલશે ?….
ઉગતાની સાથે જ ક્યારેય સુરજ  તપતો નથી હોતો…
હવે જીંદગીની સાંજ સવાર પડછાયાની ઉણપ ક્યાં સુધી ચાલશે ?….
પંપાળીને ભલે બે પાંપળો ભેગી કરી દિધી રાતના…
સપનામાં અંધકાર હોય, ઉછીની નીંદર ક્યાં સુધી ચાલશે ?….
જોવાનું બસ એટલું કે કેટલાને હસાવ્યા’ને કેટલું હસ્યા તમે..
મોતના ભણકારા વગર જીંદગીની સફર ક્યાં સુધી ચાલશે ?…
………………….kjp……………………..kusum

Wednesday, June 15, 2011

વરસાવ અનરાધાર નીર , વાદ્ળ આજ મન મુકી..
ઉલેચી ઉલેચી ભરેલું નીર ક્યાં સુધી ચાલશે ?....

જીવનના ઝાડ પર લટકી રહ્યું છે ,બસ એક લીલું પાંદડું....
વસંતના ઇંન્તઝારમાં હવે પાનખર ક્યાં સુધી ચાલશે ?......
............................kjp.....kusum

Wednesday, June 8, 2011

આંસુઓના અહેસાસ એટ્લા ગહેરા હતા.....
લુછાઇ ગયા પછી પણ એની ભીનાસ આખોમાં વહેતી રહી......
....................................kjp....................kusum