Monday, October 18, 2010

તારાવિનાની.....................

નઝર વિનાની આખોંને શું કહું...?
    શબ્દ વિનાના સાદને શું કહું.......?

તરસ છુપાવવા પાસ છે મગર........
     તૂટેલા આ ગ્લાસને શું કહું.....?

એક વહેણ જો નદીનું ફંટાયું છે તારી પાસે....
      સુકાયેલા આ નિરને શું કહું.....?

છાંયો મારો તને આપવો છે તાપમાં........
      વ્રુક્ષ કેરી સુકી ડાળને શું કહું......?

રણમાં શોધવાની કોશિશ મારી નકામી હતી....
      કે આ પાસેના મ્રુગજળને શું કહું....?

ઇચ્છું હું સુખજો ધરી શકું તને મારા...........
      તારા વિનાના નિરસ જીવનને શું કહું.......?????


.........................કુસુમ.......................kjp.....

No comments:

Post a Comment