Friday, October 29, 2010

લાગણી..................................

એક દરવાજો ન ખુલ્યો મારી માટે,,ન મેં કદિ કહ્યું કે ખોલો તમે.............
એક આંસું ન વહી શક્યુ આંખમાંથી,, ન તેં કદિ વહાવ્યું મારી માટૅ.........
લાગણીની લાશને જોઇ હસતી રહી ,,ન કહ્યૂં કબર દિલમાં ખોદો તમે.........
ઉંમરનો એક બાગ મૂરજાઇ ગયો,બસ રાખી છે સુવાસ,, સંભાળીને તારી માટે.............
.....................................kjp.................................kusum

Friday, October 22, 2010

KUCH KHATTA KUCH MITHA: કહેલી વાત....................

KUCH KHATTA KUCH MITHA: કહેલી વાત....................: "ફરી કરશો વાત એવી... અધુરી મુલકાત મને ગમે છે.......... હોય ભીડમાં તારો અણસાર..... એવી ભીડ પ્ણ મને ગમે છે............."

કહેલી વાત....................

ફરી કરશો વાત એવી...
             અધુરી મુલકાત મને ગમે છે..........
હોય ભીડમાં તારો અણસાર.....
              એવી ભીડ પ્ણ મને ગમે છે.............

કોઈ શબ્દ નહીં હોય , ભલે કોરું બધું .............
              એવું વાંચન મને ગમે છે.................
ઘોંઘાટમાં સંભળાયો નહીં જે..........
               એવો શુનકારનો સુર મને ગમે છે..............

ઉજાસ ક્યાંક પથરાયો હોય ભલે...............
                 એની પાછળનો અંધકાર મને ગમે છે..........
ક્યારેક સંબંધની પરિભાષા નથી હોતી..........
              તોય એવૉ સંગાથ નમે ગમે છે...............

....................................kjp..................................

અવસર ગોતું છું......................

ભીડમાં તને ખુદની અંદર ગોતું છું..................
સમાઇ જાઉં જેના પ્રેમમાં એ સમંદર ગોતું છું..................
તારી સાથેની વાતનો અવસર ગોતું છું................


ઉરમાં ઉમટી પડી અગણીત ભાવનાઓ આજ..........
એને વહેંચવા એક અંતર ગોતું છું...............
તારી સાથેની વાતનો અવસર ગોતું છું...........


દિલના ખૂણામાં નથી કરવો આવાસ મારે...........
જ્યાં પૂજાય તું હું એવું એક મંદિર ગોતું છું...........
તારી સાથેની વાતોનો અવસર ગોતું છું.......................

...................................kjp....................................

Monday, October 18, 2010

તારાવિનાની.....................

નઝર વિનાની આખોંને શું કહું...?
    શબ્દ વિનાના સાદને શું કહું.......?

તરસ છુપાવવા પાસ છે મગર........
     તૂટેલા આ ગ્લાસને શું કહું.....?

એક વહેણ જો નદીનું ફંટાયું છે તારી પાસે....
      સુકાયેલા આ નિરને શું કહું.....?

છાંયો મારો તને આપવો છે તાપમાં........
      વ્રુક્ષ કેરી સુકી ડાળને શું કહું......?

રણમાં શોધવાની કોશિશ મારી નકામી હતી....
      કે આ પાસેના મ્રુગજળને શું કહું....?

ઇચ્છું હું સુખજો ધરી શકું તને મારા...........
      તારા વિનાના નિરસ જીવનને શું કહું.......?????


.........................કુસુમ.......................kjp.....

Friday, October 15, 2010

નઝર તૂં વળી જા........................

તારી સ્નેહાળ નઝરને હું કેમ કહું કે અહીથીં પાછી વળી જા.......
              જ્યાં જઇ ઠરીશ ત્યાં તને અગન જ મળશે................
તને ખબર નથી કે અહીં મિત્રતા ના નામે દુશ્મની મળશે...............
             તૂં ક્યાંક જઇ લપાઇ જા...............
              ના સમજ તૂં અહીંથી વળી જા......................

વરસોથી વરસી થાક્યો વરસાદ ........
            સરિતાની મીઠાશનો ન સાંભળે સાદ...........
સાગર જેવા નિષ્ઠુર સંબંધો મળશે.........
             સંબંધોથી પર દુનીયામાં વસી જા..........
              ના સમજ તૂં અહીંથી વળી જા................

ભુલો કરી હશે ઘણા એ ભુલથી.........
              પણ ભુલને ઘડી ધડી કરનારા દૂર નથી...........
 વારે વારે લૂંટી તને ભુલી જનાર હશે......
               કોઇનો સાથ વગર રહેતા શીખીજા......
               ના સમજ તૂં અહીંથી વળી જા..............

ઠરીશ ત્યાં અગન હશે.....એ પ્યારી નઝર તૂં અહીંથી વળી જા.....બસ વળી જા..........


.............................................kjp......kusum/................

Tuesday, October 12, 2010

ચાલને થોડી જીંદગી જીવી લઈએ

ચાલને થોડી જીંદગી જીવી લઈએ
ગમતી આપણી ક્ષણો જીવી લઈએ

આકાશમાં આપણે પણ ઉડી લઈએ,
ત્યાંથી મનગમતા રંગો વીણી લઈએ

રંગોના એ બધા કાફલાને વહેંચી લઈએ,
નોખા શમણાઓને એનાથી સીંચીં લઈએ

તારાઓની ફરીથી ગણતરી કરી લઈએ,
ગમતા તારાઓને આંખોમાં ભરી લઈએ

આપેલા કોલને ભીતર માં જ જડી લઈએ,
હવે એકમેકનો સાથ કાયમ માંગી લઈએ

વન વીનાના જીવનની વ્યાખ્યા જાણી લઈએ,
પંપાળી જીંદગીને એનો આભાર માની લઈએ

સમય ખૂબ જ ઓછો છે, યાદ કરી લઈએ,
ઢળતો સૂરજ,ઉગતી સાંજો ની બાકી નોંધી લઈએ.