Tuesday, January 4, 2011

-ચહેરો

દર્પણમાં કેટ્લાય ચહેરા ઉપસી આવ્યા,
એક પછી એક આંખોની સામે..........
કોઇ જાણીતો ચહેરો કોઇ અજાણ્યો લાગ્યો,,
કોઇ રોજ મળતો હતો ,કોઇ ભુલાઇ ગયેલો......

કોઇની સાથે સ્મિતના સંબંધ હતા,
કોઇની સાથે પ્રીતના સંબંધ,,
કોઇનો ચહેરો મારી ઉદાસીનું પ્રતિબિંબ બન્યું તો,
કોઇનો ઉલ્લાસનો કલોલ,
કોઇ જાણી જોઇ મારા ચહેરા પાછળ સંતાઇ જતું,,
કોઇ મારા અસ્તિત્વ પર હાવી થતો ચહેરો...

કોઇનો હસતો એ ચહેરો ,
કોઇનો રોતો એ અહેરો,
પાખંડી હાસ્ય કરતો કોઇ ચહેરો,,
કોઇ નિર્દોશ મલકાતો એ ચહેરો,,
બસ જીંદગી આમ જ ચહેરાઓ વચ્ચે નીકળતી જાય છે,,
છતાં ય છે તલાશ મને,,,,, એક મારો પોતાનો ચહેરો....................................


......................kjp.................kusum

No comments:

Post a Comment