Wednesday, November 17, 2010

જીતનો વિશ્વાસ

 વિપરીત આંધીમાં તારો અડીખમ આવાસ જોવો છે.....
તારા દીલમાં જીતનો વિશ્વાસ જોવો છે......

ઘડી એ ઘડી , ઘડી બદલાતી નથી.....
માનવીથી આજ પણ કુદરત હારી નથી......
ભટકાવતા હોય આફતો તારા કદમને આજ ભલે......
દિશાહિન એ રસ્તે પણ મંજીલ પામવાનો એક પ્રયાસ જોવો છે.........

નાના બનવામાં છોછ નથી હોતો કંઇ..........
વામન દેવનો એક ડગ ઓછો નથી હોતો કંઇ......
ઘેરાયેલો હોય ઉંચેરા માનવ પડછાયાથી આજ ભલે.......
ઉભો થાય જ્યારે તું ત્યાં નભ-વિસ્તાર ઓછો જોવો છે........

સુખેથી જીવાયતો બધા અહિં જીવી જાણે..........
મરણ એક ફૂલ-પથારી હોય તો સર્વે ઉંઘી માણે...........
અમસ્તો જ ઇતિહાસ બનતો નથી માનવીના નામનો,,,
એ ઇશ્વર હોય ભલે......................
રામને રામ બનાવ્યો જેણે એ આદર્શ વનવાસ જોવો છે...........

તારો અડીખમ આવાસ જોવો છે....
તારા દીલમાં જીતનો વિશ્વાસ જોવો છે............


..................................................kjp...........kusum

No comments:

Post a Comment