Monday, November 21, 2011

આગ અનજાણી

ઠુમકે હાલી,
મ્રુગ મોહની,
આંખ મટકાવી,
હોંઠ હલાવી,
વરસાદની હેલી.
ઝુમખો ઝુલી
વાત કે છાની,
ઝણકી ધુધરી,
વાત દબાણી.
ઝાંઝર શાણી,
ચાલે છાની,
ઓઢી ચુંદડી,
જાણે રાતરાણી.
કાજળ કાળી,
થઇ નખરાળી,
આંખ્યું શરમાણી,
હૈયે છુપાણી,
અગન અનજાણી.....
.....kjp....kusum.(21/11/2011)

Wednesday, November 16, 2011

દિલ વિરુધ્ધ દિમાગ

પ્રેમમાં ચાહતે અમારા કેવા ભાગલા કીધા ?
દિલે દિમાગની દુનીયામાં આ તે કેવા આતંક કીધા ?
જોઇ તને ક્લાસમાં દિલ કહે , તને નજર ભરી જોયા જ કરું.
મન ન માને વાતને , ફરી ચુપચાપ ગણીતના દાખલા ગણૂં.
બાગમાં રાહ જોઉં તો દિલ કહે ,હજી થોડું બેસ એ આવતી જ હશે.
મન કહે ઉભો થા ઘેર જા, નહીં તો બા વેલન થી ઠપકારતી હશે.
દિલને તારા જેવી લાગે શાકવાળી,દેતા પૈસા હાથ લિધો જાલી.
દિમાગે બાજી લીધી સંભાળી,નહી તો મને માર પડત ભારી.
આખી આખી રાત પલક્યા વગર, તારી તસવીર દિલ જોયા કરે,
દિમાગ સમજાવે સુઇ જા, નહી તો બાર વાગશે આમ જ પથારીએ.
મેચ માંય તું દેખાય છે,રમે સચીન 'ને તારે નામે ચિઅર-અપ થાય છે.
દિમાગ કહે એ બેવકુફ, મહોલ જો ફજેતી દોસ્તો માં થાય છે.
રુબરુ મુલાકાત થા્ય ત્યારે ,ખીલે છે દિલમાં કુસુમ મારે.
દિમાગ તને જોઇ ભડકે ખરુ, પણ સુગંધ એમાંય વર્તાય છે.
.....kjp...kusum.(24/01/2006)