Thursday, March 24, 2011

ભેદ

તારા શબ્દોનો ભેદ કળી આવ્યો...
મારા દિલમાં છેદ કરી આવ્યો....

સાંભળ્યું છે ,દુનિયામાં પ્રેમનું મોલ નથી હોતું......
પણ,
આજ પ્રેમ એ અનમોલ ત્યજી આવ્યો......

કોશીશ ઘણી કરી તને મારાથી દુર કરવાની....
તારા વિના જીવન જાણે શ્ર્વાસ વગર જીવી આવ્યો..........

કલ્પનાઓમાં મારી, ક્દી તું સાકાર ન હતી......
તને ભુલાવી હું ખુદની આક્રુતિ ભુંસી આવ્યો........

તારા વગરની વાતોમાં પણ હું સંક્ળાયેલો રહેતો.......
ને'તારું નામ બોલાયું,હું બધા શબ્દો ભૂલી આવ્યો.....

એકવાર કહી દીધું કે નથી કોઈ સંબંધ મારો હવે........
બસ ત્યાં જ બધા સંબંધની ચિત્તા બાળી આવ્યો.....

ન માંગ્યુ તોય તે પાછું દઈ દીધું મારું દિલ કેમ?.....
વળતાં વળતાં હું એના ટુક્ડા હજાર કરી આવ્યો.......

આંસુના આ પ્રવાહમાં તું ડુબી ન જાય ક્યાંક........
આ ધોધને થામવા, નયનમાં બંધ બાંધી આવ્યો......

દુનિયામાં ઘણાની ઇચ્છા પૂરી નથી થતી હોતી.......
બસ એમાં એક મારા નામનો ઉમેરો કરી આવ્યો.....

નસીબમાં નીયતીએ જે લખ્યું ન હતું મારા,,,
એ મારા નામ નું સુખ તારે નામ કરી આવ્યો......

બસ રાખે 'કુસુમ' સમો ખિલતો ચહેરો તારો સદા......
બે હાથ જોડી દુઆઓથી ખુદાનો દરબાર ભરી આવ્યો..........તારા શ્બ્દોનો ભેદ.....


..........................kjp.....................kusum.